MUNDRA TALUKA SAMAST BRAHMA SAMAJ

President Message

President Message

23.jpgસ્નેહલ દિનેશકુમાર વ્યાસ

પ્રમુખ સ્થાનેથી......

મહાદેવ હર....
નમસ્કાર....

આપ સૌ જાણો છો તેમ આજના સમયમાં સમાજની ઉન્નતિ માટે સમાજના સંગઠનની મજબૂતી આવશ્યક છે. સંગઠનની મજબૂતી આવે છે સમાજના સભ્યોના પરસ્પરના વિશ્વાસમાંથી અને વિશ્વાસ પેદા થાય છે પરસ્પરના પરિચય થી. આમ સંગઠનની મજબૂતી માટે સભ્યોનો પરસ્પર નો પરિચય એ પાયાની જરૂરિયાત છે. આ બાબત ધ્યાને લઇ પરિચય કેળવવાનો એક નાનકડો પ્રયાસ એટલે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજની વેબસાઈટ /એપ.


માં ગાયત્રી તથા દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી આ વેબસાઈટ આપની સમક્ષ મૂકીએ છીએ. આ વેબસાઇટ દ્વારા બ્રહ્મ પરિવારની તમામ ઘટક જ્ઞાતિઓ અને સંગઠનોનો પરિચય, તેઓની પ્રવૃત્તિઓ વગેરે માહિતીઓ તો આપણને મળશે જ પણ સાથે સાથે અહીં ડિરેક્ટરી ની સુવિધા દ્વારા આપણે બ્રાહ્મણ સભ્યોનો સંપર્ક સાધી શકીશું. એટલું જ નહીં ઘટક જ્ઞાતિ/ મંડળો મુજબનો સંપર્ક, ગામ પ્રમાણે સંપર્ક -પરિચય મેળવી શકીશું. મેસેજ મોકલી શકીશું. તો લગ્નોત્સુક યુવક-યુવતીઓની માહિતી પણ અહીં ઉપલબ્ધ થશે. નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ માટે પણ અહીં વિભાગ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જેઓ સાહિત્યમાં રસ ધરાવે છે તેમને માટે પણ બ્લોગ્સ ઉપલબ્ધ બનશે. આ બધું જ અને તે પણ યોગ્ય પ્રાઈવેસી સાથે.... ઉદ્દેશ છે - ब्राह्मणे ब्राह्मणेभ्यो: गति:। -સમાજના સભ્યો દ્વારા સમાજના સભ્યો ની પ્રગતિ.


બ્રહ્મ સમાજ હંમેશા ભારતીય સમાજના ઘડતરમાં અગ્રેસર રહ્યો છે. બ્રાહ્મણ એ ફક્ત જાતી નથી પરંતુ તે એક વિચાર - એક સંસ્કાર છે. બ્રાહ્મણત્વ એ જીવન જીવવાની પદ્ધતિ છે. જ્યારે જ્યારે ભારતીય સમાજ પર આફતો આવી ત્યારે બ્રાહ્મણોએ હંમેશા તેમનો સામનો કરી ભારતીય સંસ્કૃતિ ટકાવી રાખી છે. બ્રાહ્મણોએ હંમેશા રાષ્ટ્ર પુરુષની આરાધના કરી છે. ક્યારેય કોઈ બ્રાહ્મણ ગ્રંથ કે વિચારધારાએ સમાજને કે રાષ્ટ્રને તોડવાની વાત નથી કરી પરંતુ હંમેશા રાષ્ટ્રને જોડવાનું કામ કર્યું છે.


આપણે સૌએ પણ આપણા પૂર્વજોના આ ભવ્ય વારસા નું જતન કરી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગદાન આપીએ એવી અભ્યર્થના...


આ વેબસાઈટ આપણા સૌ સભ્યોને ખૂબ જ ઉપયોગી બનશે એવી આશા સાથ.


જય પરશુરામ...


ભવદીય,
સ્નેહલ દિનેશકુમાર વ્યાસ
પ્રમુખશ્રી,
મુંદરા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ

MUNDRA TALUKA SAMAST BRAHMA SAMAJ. All right reserved.